અમરેલીમાં અચાનક તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીમાં શહેરીજનો મોટાભાગે ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કરે છે ત્યારે આવા સમયે પોતાના પેટનો ખાડો પૂરવા માટે આવા ધોમધખતા તાપમાં પીજીવીસીએલના લેબર કોન્ટ્રાકટરોના કામદારો વીજપોલ ચડી કેબલ બદલાવાની કામગીરી કરતા નજરે પડે છે.










































