ધારી પંથકમાંથી બે યુવતીઓ લાપતા બની હતી. એક યુવતી ઘરેથી સિલાઈકામ કરાવવાનું કહીને નીકળી હતી અને બીજી યુવતી કોઈને કહ્યા વગર જતી રહી હતી. દલખાણીયા ગામે રહેતા ભીખુભાઈ સવજીભાઈ સુખડીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી ઈશાબેન (ઉ.વ.૧૮) ઘરેથી સીલાઈકામ કરાવવાનું કહીને ક્યાંક જતી રહી હતી. ધારીના વેકરીયાપરામાં રહેતા પ્રવિણભાઈ ચકુભાઈ ખેતરીયા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમની સંધ્યાબેન (ઉ.વ.૨૩) પોતાની મેળે કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી.