ધારી નજીક લીંબડીયાના નેરા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે કાર સામસામે અથડાઇ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત કુલ સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધારી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની ગંભીર હાલતને જોતા, વધુ સારવાર માટે તેમને અમરેલી રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં બાબુભાઈ કાનાભાઈ વાઘમસી ઉ.વ.પપ રહે.નાની વસાહત-ધારી, લલીતભાઈ દેવસીભાઈ કાતરીયા ઉ.વ.૪પ રહે.ડાંગાવદર-ધારી, જસુબેન બાબુભાઈ વાઘમસી ઉ.વ.૪પ રહે. ડાંગાવદર-ધારી, સુનીતાબેન લલીતભાઈ કાતરીયા ઉ.વ.૪૦ રહે.ચોરવાડી મું.જૂનાગઢ, ધર્મેશભાઈ ભરતભાઈ ગઢીયા ઉ.વ.ર૮ રહે.ધારી, નક્ષભાઈ ધર્મેશભાઈ ગઢીયા ઉ.વ.પ રહે. ધારી, મંત પ્રવિણભાઈ બોરડ ઉ.વ.ર૮ રહે.ધારીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર એસ.ટી. બસે આ અકસ્માત કર્યો છે.