અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની રંજાડ દિન-પ્રતિદિન વધતી જાય છે. વન્યપ્રાણીઓ શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી હવે રેવન્યૂ વિસ્તારમાં આવી ચડતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જાય છે. ધારી તાલુકાના બોરડી ગામે રાત્રીના સમયે અચાનક જ એક દીપડો ગામની બજારમાં આંટાફેરા કરતો સીસીટીવી ફુટેજમાં દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ધારી તાલુકાના મોટાભાગના ગામડાઓ જંગલ વિસ્તારની નજીક જ આવેલા હોય ત્યારે છાશવારે શિકારની શોધમાં વન્યપ્રાણીઓ ધસી આવે છે અને પાલતુ પશુઓના શિકાર કરે છે ત્યારે બોરડી ગામમાં બુધવારની વહેલી સવારે એક દીપડાએ ગામમાં આંટાફેરા કર્યા હતા અને દિવાલની પાળી પર આંટા મારતો હોય તેવા સીસીટીવી વાયરલ થયા હતા. જેથી ગ્રામજનોએ સીસીટીવી જાતા જ દીપડાની અવરજવરથી ભયનો માહોલ છવાયો છે.








































