ધારી તાલુકાનાં ગોપાલગ્રામ નજીક કપાસ ભરેલા એક ટ્રકમાં આગ લાગી હતી. ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામેથી કપાસ ભરેલો એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે જીઇબીનાં લાગેલા તાર સાથે સ્પાર્કિંગ થતાં કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. આગની જાણ ગ્રામજનોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લીધી હતી. જોકે આગથી કોઈ નુકસાની થવા પામેલ નથી.