ધારી ખાતે પૂજ્ય સાઈ શહેરાવાલે ઝુલેલાલ સાહેબ, સિંધી સમાજના ધર્મગુરુ પધાર્યા હતા અને અનેક સમાજના લોકોને દર્શન તથા પ્રવચનનો લાભ આપ્યો હતો. મંગળવારે હનુમાન ચાલીસા દરમિયાન તેઓએ દાદાના ગોખલે પાવન પગલાં કરી દર્શનનો લાભ આપ્યો હતો. આ શુભ અવસરે સ્વાતિબેન અને જયેશભાઈ શેઠ દ્વારા પૂજ્ય સાઈજીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમથી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.