અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તાલુકા પંચાયત ધારી મુકામે આશા વર્કર, આંગણવાડી વર્કર, સખી મંડળની બહેનો અને વિવિધ વિભાગના અધિકારીઓ માટે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના કાર્યક્રમ અંતર્ગત ઓરિએન્ટેશન અને સેન્સિટાઇઝેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી, કણઝરીયા દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાની માહિતી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર મકવાણા દ્વારા આરોગ્ય અને પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય સેવિકા આઇ.સી.ડી.એસ જશુબહેન ખાચરે વિભાગની કામગીરી વિશે માહિતી આપી હતી. ડી.સી.પી.યુ. સોશિયલ વર્કર ગીતાબેન સોલંકીએ બાળ સુરક્ષા એકમની યોજનાઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર હસમુખભાઈ રાઠોડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સેન્ટર એડમિન રત્નાબેન ગૌસ્વામી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર , જશુબેન ભંડેરીએ નારી અદાલતની કામગીરી વિશે માહિતી આપી હતી.









































