ધારીના સ્ટેશન પ્લોટ ખાતે આવેલી એસબીઆઈ બેંક દ્વારા અમરેલીની શાંતાબા મેડિકલ હોસ્પિટલના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાવાદી પહેલમાં બેંકના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું.આ કેમ્પ થકી કુલ ૩૩ બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે અત્યંત ઉપયોગી થશે. એસબીઆઈના મેનેજર દેવેન્દ્ર પાટીલ અને તેમના સ્ટાફના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવવા માટે સરાહનીય પ્રયાસો કર્યા હતા.