ધારી-તુલસીશ્યામ હાઈવેના નિર્માણ કાર્યમાં જોડાયેલા પરપ્રાંતીય શ્રમિકો અને તેમના બાળકો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના મુશ્કેલી વેઠી રહ્યા હતા. આ અંગે ધારી પત્રકાર સંઘના પત્રકારે ફેસબુક પર વીડિયો મૂકી અપીલ કરતા, સરસીયાના વતની અને સામાજિક અગ્રણી જીતુભાઈ શેલડીયાએ સુરતથી તાત્કાલિક ૫૦ ધાબળા મોકલાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. એક અપીલ પર જરૂરિયાતમંદોની વહારે આવનાર દાતા જીતુભાઈ શેલડીયાની આવા સેવાકિય કાર્ય બદલ સરાહના થઈ રહી છે.