ધારી શહેરના લાયબ્રેરી ચોક વિસ્તારમાં આજે વરસાદ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદમાં એક વૃક્ષ વીજથાંભલા પર પડતાં, એકસાથે ચાર વીજથાંભલા જમીનદોસ્ત થયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પડી ગયેલા થાંભલાઓને ઉઠાવવાની અને વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી હતી.