ધારીમાં મોટર સાયકલ સાઇડમાં લેવાનું કહેતા બે પક્ષોમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામસામી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી. નિતીનભાઇ રામજીભાઇ ગોહીલ (ઉ.વ.૩૩)એ રવિભાઇ પ્રેમજીભાઇ દાફડા, ભરતભાઇ પ્રેમજીભાઇ દાફડા, વીરૂભાઇ ભરતભાઇ દાફડા, ભાયાભાઇ ખીમાભાઇ દાફડા તથા લાલો ભરતભાઇ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘર પાસે શેરીમાં હતા તે દરમિયાન આરોપી ફોરવ્હીલ ગાડી લઈને આવ્યા હતા. તેમના ઘર પાસે તેમનું મોટર સાઇકલ રસ્તામાં પડ્યું હતું તેને એકબાજુ લેવાનું કહેતા સારૂ નહોતું લાગ્યું. જે બાદ આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ વાંસાના ભાગે મારી તથા સાહેદોને ઇંટોના છુટ્ટા ઘા કરી લોહી કાઢી ઈજા કરી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ રવિભાઈ પ્રેમજીભાઈ દાફડા (ઉ.વ.૪૦)એ નિતીનભાઇ રામજીભાઇ ગોહીલ, અનિલભાઇ રામજીભાઇ ગોહીલ, રામજીભાઇ કરશનભાઇ ગોહીલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ફોરવ્હીલ લઇને પોતાના ઘરેથી ધારી ગામમાં જતા હતા. તે વખતે આરોપીના ઘર પાસે પહોંચતા મોટર સાઇકલ રસ્તામાં વચ્ચે પડ્યું હતું. જેથી તેમણે તેના છોકરાને મોટર સાઇકલ રસ્તા વચ્ચેથી લેવડાવતા તેમને ઘરની સામે સુધી ઢસડી લોખંડના પાઇપથી માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ કેશુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.