ધારી પીજીવીસીએલ કચેરીના નાગધ્રા તેમજ દેવળા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હોવાથી પાવર લોડાના કારણે અવારનવાર વીજળી ગુલ થઈ જતા ખેડૂતોને પાવર કાફનો સામનો કરવો પડે છે તેમજ ખેતી પાક લેતા ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી આ બાબતે પીજીવીસીએલના નાયબ ઇજનેર સાંગાણીને રજૂઆત કરતા નાયબ ઇજનેર સાંગાણીએ ખેડૂતોની હાલાકીનો ખ્યાલ રાખી ૫૪ કિલોમીટર કરતાં વધારે ફેલાયેલ વિસ્તારમાં પીજીવીસીએલના કર્મચારીઓને તાત્કાલિક કામે લગાડી દેવળા અને નાગધ્રા ફીડરને અલગ કરવામાં આવ્યા હતા. બંને ફીડરો અલગ થતા જેથી ખેડૂતોને હવે વીજકાપનો સામનો કરવો નહીં પડે જેથી ખેડૂતોના ચહેરા પર આનંદ છવાયો હતો.