ધારીના સરસીયા ગામના જળ સંચય અને સમૃદ્ધિ માટે ગ્રામજનો અને સુરત તેમજ અમદાવાદના પટેલ પરિવારે એક પહેલ કરી છે. નાળિયેરા વિસ્તારમાં મોટો ડેમ બાંધવા અને સરસીયા ગામના ખેતર વિસ્તારોમાં વધુ ચેકડેમ બનાવવા તેમજ જૂના ચેકડેમનું નવીનીકરણ કરવા માટે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને સુરતના ઉદ્યોગપતિ જીતુભાઈ શેલડીયા દ્વારા રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જા આ વિસ્તારમાં ડેમ બનાવવામાં આવશે તો પાણીના તળ ઉંચા આવશે અને ખેતી પાકને પણ ફાયદો થાય તેમ હોવાનું જીતુભાઈ શેલડીયાએ જણાવ્યું હતું.