ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામે તારીખ ૨૩/૦૩/૨૬ના રોજ સાંજના પાંચ વાગ્યે એક હિંસક ઘટના બની હતી. બોરડી ગામના રહેવાસી લાલજીભાઇ શીરોયા અને તેમનો પરિવાર પોતાના ખેતરમાં સાઠીયુ ભેગી કરવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે સિધ્ધરાજભાઇ ખુમાણ અને નરેશભાઇ સોલંકી નામના બે શખ્સો ફોરવ્હીલ ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ જમીન પોતાની હોવાનો દાવો કરી ફરિયાદી અને તેમના સાક્ષીઓને ગાળો ભાંડી હતી. ઉશ્કેરાયેલા આરોપીઓએ છૂટા પથ્થરના ઘા મારી ફરિયાદીની પત્નીને છાતીના ભાગે તથા ભાઇ નારણભાઇને પગે ઇજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી હતી. આ મામલે હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાધ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










































