ધારીના માલસીકા ગામે માથાકૂટના સમાધાન મુદ્દે પ્રૌઢ પાસે રોકડા રૂ. ૧૦ હજાર કઢાવી લેવાની માંગણી કરી ગુપ્તીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે કિશોરભાઈ વિરજીભાઈ માથુકીયા (ઉ.વ.૬૦)એ રવી મધુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને પોતાની કાળા કલરની સ્કૂટીમાં માલસીકા ગામની ગૌચરની જમીને લઇ જઇ ત્યાં ઉભા રહી, અગાઉ થયેલી માથાકૂટના સમાધાન પેટે બળજબરીથી રોકડા રૂ.૧૦,૦૦૦ કઢાવી લેવાની માંગણી કરી, ગાળો આપી હતી. તેમજ સ્કૂટીમાંથી ગુપ્તી કાઢી તેમને હાથે, પગે તથા શરીરે આડેધડ ગુપ્તી આડી કરી મુંઢમાર મારી ઇજા કરી હતી. તેમજ તેમને સ્કૂટીમાં બેસાડી રહેણાંક મકાને મૂકી જઇ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.