ધારી તાલુકાના ભાડેર ગામે આવેલી વિદ્યાભારતી શાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારી ભરતસિંહ ભાલિયાએ વિદ્યાર્થીઓને સિંહ સહિતના વન્ય
આભાર – નિહારીકા રવિયા જીવોથી સાવચેત રહેવાની સમજણ આપી હતી. જંગલ નજીક રહેતા બાળકોને વન્ય પ્રાણીઓ ગામમાં પ્રવેશે ત્યારે કઈ તકેદારી રાખવી તેની માર્ગદર્શિકા અપાઈ હતી. ઉપરાંત, માનવી અને વન્ય જીવો વચ્ચે સુરક્ષિત સહઅસ્તિત્વ જાળવવાના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.