ધારી તાલુકાના બોરડી ગામે કોટડીયા પરિવારે પોતાના ગામ પ્રત્યેનું ઋણ ચૂકવવાના ઉમદા ભાવ સાથે અનેક લોકઉપયોગી કાર્યો કર્યા છે. જેમાં ગામના દરેક ઘરને રંગકામ કરાવવાથી લઈને નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ અને મહાનુભાવોના સ્ટેચ્યુનું અનાવરણ જેવા ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અશ્વિનભાઈ કુંજડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને સત્તાધારના મહંત વિજય બાપુ સહિતના મોટા સંતોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આશીર્વાદ વરસાવ્યા હતા.