ધારીના ફટાકડા બજારમાં દિવાળીની રાત્રે અક્રમ સંગાર અને અવેજ દલ નામના બે શખ્સોએ આતંક મચાવ્યો હતો. બંને શખ્સો બેઝબોલાના ધોકા અને બેટ લઇને બજારમાં નીકળ્યા હતા અને સામાન્ય લોકો સાથે ગાળાગાળી કરીને હેરાન કર્યા હતા. આ દરમિયાન એક પિતા અને ચાર વર્ષની માસૂમ બાળકીને આ શખ્સોએ માર માર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ ધારી પોલીસે બંને શખ્સોની શોધખોળ શરૂ કરી હતી અને ૧૨ દિવસ બાદ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. જેના બીજા દિવસે પોલીસ બંને આરોપીઓને લઇને ધારીના ફટાકડા બજારમાં લઇને આવી હતી. બંને આરોપીઓને પ્રથમ પોલીસ જીપના પાછળના ભાગે લગાવેલા વ્હિલને પકડાવીને પાછળથી દંડા માર્યા હતા. જે બાદ બંને આરોપીઓને ચાર પગે લચાવી પાછળથી દંડા મારીને કાયદાનું ભાન કરાવ્યું હતું.