અમરેલી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલી LCB પી.આઈ. વી.એમ. કોલાદરા અને પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એન.જી. સાપરાની ટીમે સફળતા મેળવી છે. છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપી જયેશ ધનજીભાઈ કણસાગરા (ઉ.વ. ૩૨, રહે. ધારી)ને સુરતના કામરેજ ચોકડી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી વિરુદ્ધ અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. આરોપીએ પોતાની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટ દ્વારા તેની સામે વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પેરોલ ફર્લો ટીમે તા. ૧૦ના રોજ સુરત ખાતે તપાસ કરી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે અમરેલી મહિલા પોલીસને સોંપવામાં આવ્યો છે.









































