ધારીના ડાભાળી ગામના ખેડૂતને જમીન નામે કરી આપવાની લાલચ આપીને ૯ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. બનાવ અંગે પ્રફુલભાઈ ધીરૂભાઈ બાબરીયા (ઉ.વ.૫૦)એ ધારીના ગઢીયા ગામના ચાંપરાજભાઈ બાબુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમને સર્વે નં. ૩૭ પૈકી ૧૧ વાળી જમીનનું કુલ ક્ષેત્રફળ ૧-૬૧-૮૮ હેક્ટર ચોરસ મીટર જે કુલ ૬.૮૦ વીઘા જમીનનો દસ્તાવેજ કરી જમીન ફરિયાદીના નામે કરી આપવાની લાલચ આપી હતી. બાનાખત રૂપે રૂ.૯,૦૦,૦૦૦ મેળવી તેમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો. તેમની સાથે રૂ.૯,૦૦,૦૦૦ની છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માઢક વધુ તપાસ કરી રહ્યા છે.