ગોપાલગ્રામની ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે તા. ૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે ભાષણો, ગીતો અને કવિતાઓ રજૂ કરી હતી. પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીને ડિક્શનરી તથા દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીને પેનસેટ ભેટરૂપે અપાયા હતા. શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.