ધારીના કેરાળા(કમી)માં સ્વામિનારાયણ મહિલા મંદિરે તા.૨૪થી ૨૬-૧૧-૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય ‘પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ’ યોજાશે. આ ઉપરાંત વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં વિશેષ ગઢપુર તથા વડતાલ અને જૂનાગઢથી સંતો-મંહતો પધારશે. આ નિમિત્તે વિશેષ યજ્ઞ, નારાયણ દેવના દર્શન, સંતસભા, શાકોત્સવ, સમૂહ ભોજન પ્રસાદ, તા. ૨૫ની રાત્રે હાસ્ય સમ્રાટ મનસુખભાઈ વસોયાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પંથકના તમામ ભક્તજનોને ઉપસ્થિત રહેવા સ્વામિનારાયણ સત્સંગ પરિવાર સમસ્ત કેરાળા (કમી) ગામ દ્વારા જાહેર નિમંત્રણ છે. આ તકે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપ જૂનાગઢ શ્રી રાધારમણ દેવ મહારાજના તાબાનું ગામ કેરાળા (કમી) મુકામે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ પ. પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે વેદોકત વિધિથી મંદિરમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.