ધારીના કુબડા ગામે રહેતી એક પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન તેમના સાસરિયાને મંજૂર નહોતા. જેથી દુઃખ-ત્રાસ આપતા હતા. પતિએ તેના પિતા પાસેથી એક લાખ રૂપિયા દહેજમાં લાવવાની માંગણી કરી હતી, તેમજ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. સુનીતાબેન દિપકભાઈ મકવાણા (ઉ.વ.૨૯)એ પતિ દિપકભાઈ નાનજીભાઈ મકવાણા, સસરા નાનજીભાઈ ગોવાભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ નાનજીભાઈ મકવાણા તથા હંસાબેન નાનજીભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે દિપકભાઈ નાનજીભાઈ મકવાણા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી આ વાત આરોપીઓને સ્વીકાર્ય નહોતી. જેથી આરોપીએ તેમને અવારનવાર કામકાજ મુદ્દે મેણા-ટોણા મારીને દુઃખ-ત્રાસ આપતા હતા. ઉપરાંત તેના પતિએ તેમના પિતા પાસેથી દહેજમાં એક લાખ રૂપિયા લાવવાની માંગણી કરીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. પતિ સહિત અન્ય આરોપીએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ સિકંદરભાઈ એસ. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.