બગસરાથી અમરેલી જવા માટેનો આ એકમાત્ર માર્ગ અગાઉ પણ બે-ત્રણ વખત બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે પાણીના પ્રવાહને કારણે તે વારંવાર ધોવાઈ જતા અત્યંત બિસ્માર બની જતો હતો. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવ્યા બાદ અંતે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ. ૨.૨૨ કરોડના ખર્ચે આ માર્ગનું પુનર્નિર્માણ અને સુધારણા કરવામાં આવશે. ખાતમુહૂર્ત સમારોહમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, આપાગીગાના મહંત, સ્વામિનારાયણ મંદિરના મહંત અને અન્ય રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જાકે, લોકોમાં એવી પણ માંગ ઉઠી હતી કે આ રસ્તો સારો અને ટકાઉ બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં ફરી આવી હાલાકીનો સામનો ન કરવો પડે.