લાઠી, બાબરા અને દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પોતાના મતવિસ્તારમાં સતત કાર્યદક્ષ કામગીરી કરીને જનતાના સાચા પ્રતિનિધિ તરીકે ઓળખ ઊભી કરી રહ્યા છે. દામનગરની અક્ષર સોસાયટી, જે.ડી. પાર્ક સોસાયટી અને અમી પાર્ક સોસાયટી નગરપાલિકાની હદ બહાર હોવાથી અહીંના રહીશો વર્ષોથી મૂળભૂત સુવિધાઓથી વંચિત હતા. સોસાયટીના અગ્રણીઓની રજૂઆત બાદ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જાત નિરીક્ષણ કરી નગરપાલિકામાં સમાવેશ માટે આવતી અડચણો દૂર કરી સરકારમાંથી મંજૂરી મેળવી છે. પરિણામે ત્રણેય સોસાયટીઓનો નગરપાલિકામાં સમાવેશ થતા હવે નળ, ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ તથા રોડ જેવી સુવિધાઓ મળશે. આ સુવિધાથી રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ છે.