લાઠી–બાબરા વિધાનસભા મતવિસ્તારના કેન્સરના દર્દીઓને સારવાર માટે આર્થિક સંકટ નડે નહીં તે માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની રજૂઆતના પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરી આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. બાબરા તાલુકાના નિલવડા ગામના વતની કંકુબેન રૈયાભાઇ ગમારા, કોટડાપીઠા ગામના વતની નિર્મળાબેન સુરેશભાઇ ચોવટીયા અને મોટા દેવળીયા ગામના વતની મનસુખભાઇ વાલજીભાઇ કાનાણીને કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય અપાવીને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. કેન્સર જેવી જીવલેણ બીમારીના ઉપચાર માટે લાખો રૂપિયાનો ખર્ચ આવતો હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સારવાર કરાવવી મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ દર્દીઓ તથા તેમના પરિવારજનોની રજૂઆતોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી, જેના પરિણામે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર થઈ છે. આ સહાયથી દર્દીઓની સારવારમાં મદદ મળશે તેમજ તેમના પરિવારજનોને આર્થિક રીતે મોટો આધાર મળશે.