આર્થિક ગુનાઓના આરોપોને કારણે ભારતમાં લાંબા સમયથી ફરાર રહેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેનું કારણ કોઈ કાનૂની સુનાવણી નથી, પરંતુ લંડનમાં તેમના માટે આયોજિત એક હાઇ-પ્રોફાઇલ અને ગ્લેમરસ પાર્ટી છે. ભૂતપૂર્વ આઇપીએલ ચેરમેન લલિત મોદીએ તેમના વૈભવી બેલગ્રેવ સ્ક્વેર ઘરમાં આ ખાસ પ્રી-બર્થડે સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેના ફોટા અને આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.વિજય માલ્યાના ૭૦મા જન્મદિવસ પહેલા આયોજિત આ પાર્ટીને “કિંગ ઓફ ગુડ ટાઈમ્સ” થીમથી શણગારવામાં આવી હતી. પાર્ટીનું આમંત્રણ કાર્ડ પણ ચર્ચાનો વિષય બન્યું હતું, જેમાં માલ્યાનો કાર્ટૂન-શૈલીનો ફોટો અને કેપ્શન હતું, “રીમા (બૌરી) અને લલિત તમને અમારા પ્રિય મિત્ર વિજય માલ્યાના માનમાં એક ગ્લેમરસ સાંજ માટે આમંત્રણ આપે છે.” આ વાક્્યએ સોશિયલ મીડિયા પર કટાક્ષ અને ચર્ચા બંનેને વેગ આપ્યો.માત્ર લલિત મોદી અને વિજય માલ્યા જ નહીં, પરંતુ ઘણી અન્ય હસ્તીઓ પણ આ ભવ્ય કાર્યક્રમમાં હાજર રહી હતી. હોલીવુડ અભિનેતા ઇદ્રિસ એલ્બા, પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનોવિરાજ ખોસલા અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો પણ પાર્ટીમાં જાવા મળ્યા હતા. ફોટામાં, કિરણ મઝુમદાર-શો ઇદ્રીસ એલ્બા સાથે ગપસપ કરતા અને ફેશન ડિઝાઇનર મનોવિરાજ ખોસલા સાથે પોઝ આપતા જાવા મળ્યા હતા.પાર્ટીમાં હાજરી આપનાર ફોટોગ્રાફર જીમ રિડેલે એકસ (અગાઉ ટ્વીવટર) પર ઉજવણીનો ફોટો શેર કર્યો હતો, જેમાં લલિત મોદી અને વિજય માલ્યા એકસાથે દેખાઈ રહ્યા હતા. રિડેલે લખ્યું હતું કે તેમણે વિજય માલ્યાના સન્માનમાં તેમના સુંદર લંડનના ઘરે ભવ્ય પાર્ટીનું આયોજન કરવા બદલ લલિત મોદીનો આભાર માન્યો હતો. લલિત મોદીએ પોતે પોસ્ટને રીટ્‌વીટ કરી હતી, પાર્ટીની પુષ્ટિ કરી હતી અને મહેમાનોનો આભાર માન્યો હતો.નોંધનીય છે કે લલિત મોદી પહેલા પણ તેમના ભવ્ય કાર્યક્રમો માટે સમાચારમાં રહ્યા છે. તાજેતરમાં, તેમણે લંડનના મેડોક્સ ક્લબમાં તેમનો ૬૩મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો, જેમાં વિજય માલ્યા અને ઘણા નજીકના મિત્રો હાજર રહ્યા હતા.