આજરોજ દેવલપુર ગામ ખાતે “માનવ સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે લોકસેવાનું ભગીરથ કાર્ય યોજાયું હતું. સ્વ. મિલનભાઈ હમીરભાઈ ગાઘે તથા સ્વ. આશિષભાઈ હમીરભાઈ સોલંકીની
સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. નિષ્ણાત ડોક્ટર સ્ટાફ દ્વારા ગ્રામજનો તથા આસપાસના લોકોની તપાસ કરી દવાઓ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીએ મૃતક યુવાનોને પુષ્પાંજલી અર્પી હતી. ત્યારબાદ સરકારની વિકાસ ગ્રાન્ટ અંતર્ગત દેવલપુર પંચાયત ભવનનું ખાતમુહૂર્ત યોજાયું, જેમાં આગેવાનો, સરપંચો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































