અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળીયાનાં સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયાએ ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને પત્ર લખીને ગ્રામ પંચાયત એરીયામાં બિનખેતી થયા વિનાના વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધાઓ આપવા માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત વિસ્તારમાં બિનખેતી થયા વિના અને આકારણીમાં નોંધાયેલ બાંધકામ, સોસાયટીઓમાં પાકા રસ્તાની સુવિધાઓ આપવા અંગે તાલુકા-જિલ્લા કક્ષાએ વખતો-વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ આવ્યું નથી. જેના કારણે આવા વિસ્તારોના લોકોને પીવાના પાણીની લાઈનો, ગટર લાઈનો અને પાકા રસ્તાઓની સુવિધા અમો આપી શકતા નથી. ખરેખર આવા તમામ બાંધકામો જે કે બિનખેતી થયા વિના ગ્રામ્ય વિસ્તારોમાં સોસાયટી બંધાયેલ છે. તે ૨૦ થી ૨૫ વર્ષથી નિયમ મુજબ પંચાયતને વેરો ભરતા રહેલ હોય આવા વિસ્તારોને સરકારે નિર્ણય કરી બાંધકામ રેગ્યુલાઈઝ કરી રોડ રસ્તાની સુવિધાઓ આપવા માટે સત્વરે સરકારે નિર્ણય કરી અમોને આવા આઈસોલેટડે એરીયાને ભૌતિક સુવિધાઓ આપવા સત્વરે કાર્યવાહી કરવી જોઇએ.