કેન્દ્રિય જળ શકિત મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ર ઓકટોબરના રોજ મહાત્મા ગાંઘીજીની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનથી સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને રાજય સરકાર દ્વારા કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી હસ્તકની સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના દ્વારા ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૧ મી ઓકટોબર ૨૦૨૫ સુઘી સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫નું આયોજન કરેલ છે. જેની મુખ્ય થીમ ” સ્વચ્છોત્સવ ” રાખી ગ્રામ્યજીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ઝુંબેશ હાથ ધરવા માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં ૧૭ મી સપ્ટેમ્બરથી ” સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ ”  કેમ્પેઇનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનો પ્રારંભ અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામમાંથી કરવામાં આવેલ જેમાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઇ સુતરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન, વિવિધ ૫દાધિકારીઓ ઉપસ્થિત રહેલ.