માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની યુવતી હેતલબહેન રૂડાભાઈ ઘોશિયા રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતી હતી અને દેવકા માધ્યમિક શાળામાં ૨૦૨૪થી વોકેશનલ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી. આ યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા ડુંગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતીએ અંદરથી રૂમ બંધ કરી દીધો હોવાથી, પરિવારજનોની હાજરીમાં દરવાજો તોડીને પોલીસ અંદર દાખલ થઈ હતી. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી, પરંતુ સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસે મૃતક યુવતીનો મોબાઇલ કબજે કરી FLC  માં મોકલ્યો છે. યુવતી એકલી રહેતી હોવાથી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલમાં પોલીસ દ્વારા શાળાના શિક્ષકો અને પરિવારના નિવેદનો લેવાની અને મોબાઇલના ડેટા દ્વારા કારણ જાણવાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પીએમ માટે રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.