અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે અમરેલી જિલ્લામાં ી-હ્લૈંઇ થી દાખલ થયેલા ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલા વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ બાતમી તેમજ ટેકનિકલ સોર્સ આધારે દીવ જિલ્લાના વણાકબારા ગામના રમેશભાઈ બાબુભાઈ બારૈયા (ઉ.વ.૪૫)ને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળી હતી. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પીઆઈ વી.એમ.કોલાદરા તથા એએસઆઇ યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવી હતી.