હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ, મંડી અને લાહૌલ-સ્પિતિ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે. શુક્રવારે દિલ્હીમાં તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સીયસથી નીચે ગયું હતું, જેના કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા.
ઉત્તર ભારતમાં ઠંડીનું આગમન થયું છે. હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ સુધીના ઘણા ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે પારો નીચે આવ્યો છે. ઉત્તરાખંડના નીચલા ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ પ્રદેશો બંનેના ઊંચા શિખરો પર હિમવર્ષા ચાલુ છે, જેમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઔલી અને મુનસ્યારીનો સમાવેશ થાય છે. હિમવર્ષા અને વરસાદને કારણે લોકોને ઠંડીનો અહેસાસ થયો છે. હિમવર્ષા પછી લોકો પર્વતોમાં સ્વેટર અને જેકેટ પહેરેલા જાવા મળ્યા હતા. દરમિયાન, હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. તાજેતરમાં, હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીનું મોજું ચાલુ છે, કુલ્લુ અને મંડી જિલ્લાઓ અને લાહૌલ-સ્પિતિ જિલ્લાના વિવિધ ભાગોમાં તાજી બરફવર્ષા થઈ છે. બરફવર્ષાને કારણે મનાલી-લેહ રોડ બંધ થઈ ગયો હતો.
રાષ્ટ્રીય રાજધાનીમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં તાપમાન પહેલીવાર ૨૦ ડિગ્રી સેલ્સીયસથી નીચે ગયું, જે શિયાળાના આગમનનો સંકેત આપે છે.લઘુત્તમ તાપમાન ૧૮.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૪ ડિગ્રી ઓછું હતું, જ્યારે મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સીયસ આસપાસ હતું, જે સામાન્ય કરતાં ૩.૯ ડિગ્રી ઓછું હતું.
આઇએમડીએ સ્વચ્છ આકાશની આગાહી કરી છે, જેમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સીયસ રહેશે.મંગળવારે હવામાન સ્વચ્છ રહેશે, મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સીયસ રહેશે.
આગામી દિવસોમાં કેરળમાં ભારે વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે અરબી સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે કેરળમાં વરસાદને વધુ તીવ્ર બનાવી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ ચક્રવાતને કારણે હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. રાજ્યમાં હળવો થી ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં પીળો ચેતવણી જારી કરી છે. ખાસ કરીને ૧૪ ઓક્ટોબરે પઠાણમથિટ્ટા, ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ૬૪.૫ મીમી થી ૧૧૫.૫ મીમી સુધી ભારે વરસાદ પડી શકે છે.
આઇએમડીએ એમ પણ કહ્યું કે, “૧૩ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન રાજ્યના એક કે બે ભાગોમાં દર ૨૪ કલાકમાં ૭ થી ૧૧ સેમી વરસાદ પડવાની સંભાવના છે.” આ કારણે, અધિકારીઓએ ભૂસ્ખલન અને અચાનક પૂર જેવા જાખમોથી સાવધ રહેવાની સલાહ આપી છે.








































