દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણો વરસાદ પડ્યો હતો. વરસાદ પછી, હવે ફરી એકવાર રાજધાની અને અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પાછી ફરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યો એવા છે, જ્યાં કાળઝાળ ગરમીએ લોકોને ત્રસ્ત કર્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયું દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગરમી રહેવાનું છે.
ભારતીય હવામાન વિભાગે આ અઠવાડિયે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગરમીના મોજાની આગાહી કરી છે.આઇએમડી માને છે કે ૧૧ જૂન સુધી ઉત્તરથી મધ્ય અને પૂર્વ ભારતમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. ૧૨ જૂનથી ચોમાસું ફરી ઝડપથી આગળ વધવાનું શરૂ કરશે. ત્યારબાદ ટૂંક સમયમાં ચોમાસું મધ્ય અને પૂર્વ ભારતમાં પહોંચશે. આ પછી વરસાદ જોવા મળી શકે છે.
બીજી બાજુ, જો આપણે દિલ્હી-દ્ગઝ્રઇ વિશે વાત કરીએ, તો ચોમાસાને અહીં પહોંચવામાં સમય લાગશે. જૂનના અંતમાં ચોમાસું દિલ્હી-એનસીઆર પહોંચશે. હવામાન વિભાગે ૨૯ જૂન સુધીમાં દિલ્હી-એનસીઆરમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. આ વખતે ભારતમાં ચોમાસું સમય પહેલા પહોંચ્યું છે, જેના કારણે એવી અપેક્ષા છે કે ચોમાસું સમય પહેલા ત્રણ-ચાર દિવસ દિલ્હી પહોંચી શકે છે.
હવે ચોમાસું નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તે છ થી સાત દિવસના વિલંબ સાથે દિલ્હી પહોંચી શકે છે. હાલમાં, દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં, દિલ્હીવાસીઓને તીવ્ર ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે. શનિવારે, દિલ્હીમાં પારો ૩૯.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયો હતો. આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે.મહત્તમ તાપમાન ૪૨ અને મંગળવારે ૪૩ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે.