દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આખરે સરકારી બંગલો મળ્યો છે. જાકે, તેમને ત્યાં સ્થળાંતર કરવામાં સમય લાગશે કારણ કે ત્યાં પેઇન્ટીંગનું કામ ચાલી રહ્યું છે. આ બાબત સાથે સંકળાયેલા અધિકારીઓએ માહિતી આપી હતી કે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ચાર્જ સંભાળ્યાના ૧૦૦ દિવસ પછી ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સમાં એક સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે અને તેઓ ત્યાં જઈ શકે છે.
જાહેર બાંધકામ વિભાગ દ્વારા જારી કરાયેલા ફાળવણી પત્ર અનુસાર, મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું સત્તાવાર નિવાસસ્થાન હવે ઉત્તર દિલ્હીમાં સિવિલ લાઇન્સ નજીક રાજ નિવાસ માર્ગ પર પ્લોટ નંબર ૮ હશે. આ પ્લોટ પર ૪ બંગલા બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને બંગલો નંબર ૧ અને બંગલો નંબર ૨ આપવામાં આવશે. એવી શક્યતા છે કે મુખ્યમંત્રી બંગલો નંબર ૧ માં રહે અને બીજા બંગલોનો ઉપયોગ કેમ્પ ઓફિસ તરીકે કરે.
પ્લોટ નંબર ૮ પરના અન્ય ૨ બંગલા (નંબર ૩ અને નં. ૪) અનુક્રમે ડેપ્યુટી સ્પીકર મોહન સિંહ બિષ્ટ અને સમાજ કલ્યાણ મંત્રી રવિન્દર ઈન્દ્રરાજ સિંહની માલિકીના છે. પીડબ્લ્યુડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બંગલો નંબર ૧નો ઉપયોગ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલય માટે થઈ રહ્યો હતો, જે હવે ખાલી કરવામાં આવી રહ્યો છે. બંગલો નંબર ૨ પહેલા ધારાસભ્ય અભય વર્માને ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેને છોડી દેવાનો નિર્ણય લીધો, ત્યારબાદ આ બંગલો મુખ્યમંત્રીને ફાળવવામાં આવ્યો છે.”
આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બંગલા ગૃહ મંત્રાલયના માર્ગદર્શિકા અનુસાર છે, કારણ કે મુખ્યમંત્રીને ઢ સ્તરની સુરક્ષા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે મુખ્યમંત્રી રેખાએ બંગલા માટે ડ્ઢડ્ઢેં માર્ગ અને સિવિલ લાઇન્સ પર ઓછામાં ઓછા ૭-૮ બંગલા જાયા હતા. તેઓ હાલમાં તેમના મતવિસ્તાર શાલીમાર બાગમાં તેમના પારિવારિક ઘરમાં રહે છે. મુખ્યમંત્રી કાર્યાલયે ફાળવણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.
આ દરમિયાન, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નિવાસસ્થાન માટે ફાળવણી પત્ર જારી કરવામાં આવ્યો છે અને જાહેર બાંધકામ વિભાગે નિવાસસ્થાનને સમારકામ અને નવો દેખાવ આપવાનું કામ શરૂ કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે અહીં કેટલાક સમારકામ અને નવીનીકરણનું કામ કરાવી રહ્યા છીએ. આ કામ પૂર્ણ થયા પછી, મુખ્યમંત્રી ત્યાં જશે. આ સંદર્ભમાં ફાળવણી પત્ર પણ જારી કરવામાં આવ્યો છે.” અધિકારી કહે છે કે ઘરના નવીનીકરણનો અંદાજિત ખર્ચ ૪૭ લાખ રૂપિયા છે. એવું માનવામાં આવે છે કે આ કામ ૬૦ દિવસમાં પૂર્ણ થશે.
અગાઉ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સિવિલ લાઇન્સમાં આવેલા ૬ ફ્લેગ સ્ટાફ રોડ પર રહેતા હતા. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાયેલી ચૂંટણીમાં, ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને સત્તામાં પાછા ફર્યા.
દિલ્હીમાં નવી ભાજપ સરકારના મોટાભાગના કેબિનેટ મંત્રીઓને રાજધાનીમાં સત્તાવાર રહેઠાણો ફાળવવામાં આવ્યા છે. દરમિયાન, મંત્રીઓ અને દિલ્હી સરકારના કર્મચારીઓને બંગલા ફાળવતા જાહેર બાંધકામ વિભાગે કેમ્પ ઓફિસો સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.