નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સહકારી શિક્ષણ કેન્દ્ર ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘના માધ્યમથી અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીના સીઓ ગોપેશ ગજેરા અને અમરેલી જિલ્લા સહકારી સંઘના સી.ઇ.આઈ સાગર મહેતા દ્વારા ડિપ્લોમા કો- ઓપરેટીવ એજ્યુકેશન અને ડેવલોપમેન્ટ (ડિપ્લોમા)નો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કોર્સમાં ભારતભરના વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા હતા ત્યારે આ ત્રણ માસના કોર્સની ફાઈનલ પરીક્ષામાં ગોપેશ ગજેરાએ ૮૯% મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને સાગર મહેતાએ ૮૭ ટકા સાથે ચોથો ક્રમ મેળવ્યો હતો.






































