અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) દ્વારા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત દામનગર પ્રાથમિક કન્યાશાળા ખાતે તા.૨/૮/૨૦૨૫ ના રોજ ધોરણ-૭ની વિદ્યાર્થિનીઓ માટે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકા સ્થિત દાતા ભરતભાઈ દેસાઈ કે જેઓ અમરેલી જિલ્લાના વતની છે તેમના દ્વારા આ પ્રોજેક્ટનું મોનીટરીંગ થઇ રહ્યું છે. ટેબ્લેટ વિતરણના આ કાર્યક્રમમાં સી.આર.સી. દિલીપભાઈ પરમાર, શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ઓઝા, કો-ઓર્ડીનેટર અમિતભાઈ પરમાર, એસ.એમ.સી. અધ્યક્ષ ઉષાબેન સોલંકી, સભ્યો કનુભાઈ પરમાર, રજનીભાઈ ગોહિલ અને ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































