લખનૌ સુપર જાયન્ટ્‌સના બોલર દિગ્વેશ સિંહ રાઠી પોતાની હરકતો છોડતા નથી.આઇપીએલ ૨૦૨૫ માં, દિગ્વેશ સિંહને તેના ઉજવણીના કારણે ઘણી વખત મોટી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેનામાં સુધારો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ૧૯ મેના રોજ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિગ્વેશે કંઈક એવું કર્યું જેના કારણે મેદાન પર ઝઘડો થયો.
વાસ્તવમાં, સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માને આઉટ કર્યા પછી, દિગ્વેશે આક્રમક રીતે વિકેટની ઉજવણી કરી, જે જીઇૐ બેટ્‌સમેનને બિલકુલ ગમ્યું નહીં. આ પછી બંને વચ્ચે ઉગ્ર દલીલ જાવા મળી. મામલો ગરમાતો જાઈને અમ્પાયરોએ દરમિયાનગીરી કરવી પડી. હવે બંને ખેલાડીઓને આ કૃત્ય બદલ મોટી સજા મળી છે.
આ સિઝનમાં એલએસજી બોલર દિગ્વેશ સિંહ રાઠીને તેની ક્રિયાઓ માટે ઘણી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. હવે ફરી એકવાર તેના પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અભિષેક શર્મા સાથે અથડામણ કરવા બદલ દિગ્વેશ સિંહ રાઠીને આકરી સજા આપવામાં આવી છે. દિગ્વેશને ૈંઁન્ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. દિગ્વેશ સિંહ પર ૈંઁન્ ૨૦૨૫ માં વારંવાર એક જ ભૂલ કરવા બદલ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે, દિગ્વેશ ૨૨ મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ તરફથી રમી શકશે નહીં.
બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્માને પણ આઇપીએલ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં કલમ ૨.૬ હેઠળ આ તેનો પહેલો લેવલ ૧ ગુનો હતો અને તેથી, તેને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે. આચારસંહિતાના લેવલ ૧ ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.