દાહેદના ઝાલોદમાં સબજેલમાં કેદીએ આપઘાત કરી લેતા પોલીસતંત્ર દોડતું થયું છે. જેમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તપાસમાં બેરેકમાં કેદીએ ચાદરથી ગળેફાંસો ખાધો હોવાનું જણાયું હતું. નકલી નોટના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બેરેકમાં ફાંસો ખાતા અધિકારીઓ સબજેલ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.