શહેરના માનસરોવર તળાવમાં એક કરૂણ ઘટના બની છે. એક કાર દીવાલ તોડીને માનસરોવર તળાવમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાન મિત્રોના જીવ બચ્યા છે. જ્યારે અન્ય એક રાજકોટના યુવાન રાહુલ વિનોદભાઈ ચાવડાનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટના થતાં આસપાસથી લોકો ત્યાં આવી ગયા હતા. નોંધનીય છે કે, આ ત્રણ મિત્રો એક કારમાં ફરવા નીકળ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાથે અભ્યાસ કરતાં ત્રણ મિત્રો એક કારમાં ફરવા માટે નીકળ્યા હતા. આ લોકો માનસરોવર ખાતે બેટ ઉપર કાર લઈને ફરી રહ્યા હતા. અચાનક આ લોકોએ સતીયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે કાર દીવાલ તોડીને પાણીમાં ખાબકી હતી. આ જાતાંની સાથે લોકો તેમને પાણીની બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી.
ત્રણ મિત્રો ફરવા માટે કારમાં નીકળ્યા હતા. અભ્યાસ કરતાં દેવગઢ બારીઆના બે તેમજ રાજકોટનો એક એમ ત્રણ મિત્રો આવ્યા હતા. એક દિવસની રજા માણવા માનસરોવર ખાતે બેટ ઉપર કાર લઈને ગયા હતા. ત્રણ મિત્રો કાર પરથી અચાનક કાબુ ગુમાવતાં દીવાલ તોડી કાર માનસરોવરમાં ખાબકી હતી. જેના કારણે કારમાં સવાર પ્રીત રાકેશકુમાર અગ્રવાલ (ઉંમર વર્ષ ૨૪), ધ્રુવરાજ પ્રણેશભાઈ વરિયા (ઉંમર વર્ષ ૨૪) બંને રહે દેવગઢ બારીઆનાઓનું રેસ્ક્યુ કરાયું. આ ઉપરાંત રાજકોટના રાહુલ વિનોદભાઈ ચાવડાનું મોત નીપજ્યું છે. ત્યાં ફરતા સ્થાનિક મુસ્લિમ યુવકોએ બે યુવકને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા પાલિકા પ્રમુખ પણ બચાવ કામગીરીમાં જાતરાયા છે.
બે લોકોના જીવ બચાવવામાં મદદ કરનાર અશફાક નામના યુવાને જણાવ્યું હતું કે, “એક કાર આવી ગાડી સ્પીડમાં હતી તેથી તરત જ દીવાલ તોડીને પાણીમાં જતી રહી. જે પછી અમે લોકોએ ત્યાં જઈને જાયું તો લાગ્યું કે માણસો ત્યાં તરે છે એટલે અમે ફટાફટ પાણીમાં કૂદ્યા. એક બાદ એક અમે બે લોકોને કાઢ્યા હતા. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ અને અન્ય ટીમો ત્યાં આવી ગયા હતા.”









































