દામનગરની સિટી સર્વે ઓફિસની હાલત અત્યંત જર્જરિત છે. ફક્ત ગુરૂવારે જ કામગીરી કરવામાં આવે છે. કચેરીમાં રાખેલા રેકર્ડની હાલત પણ જર્જરિત છે. અરજદારોના કામ સમયસર ન થતાં તેઓમાં નારાજગી છે. અરજદારો અને ફરજ પરના સર્વેયરને પડતી હાલાકી દૂર કરવા માટે આ ઓફિસને અન્ય સરકારી કચેરીમાં ફેરવીને કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે.