લાઠી-બાબરા-દામનગર પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના સતત પ્રયાસોના પરિણામે દામનગરમાં આશરે ૪.૪૫ કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય રિવરફ્રન્ટ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સ્થાનિકોની રજૂઆતો અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી રજુઆત કરતા હતા.દામનગર માટે આ રિવરફ્રન્ટ માત્ર શહેરની સુંદરતામાં વધારો કરશે નહીં, પરંતુ નાગરિકોને સ્વાસ્થ્ય અને મનોરંજન માટે એક નવું સ્થળ પૂરું પાડશે. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓ માટે રોજગારીના નવા દરવાજા પણ ખુલશે.ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે, તેઓ આ પંથકના લોકોની ચિંતા કરીને સતત વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપે છે. દામનગરના નાગરિકોએ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના પ્રયાસોથી દામનગરમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે અને રોજગારીની તકો વધશે.