ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે માતૃભાષા દિવસ નિમિતે દામનગરમાં માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર કોમ્યુનિટિ હોલ ખાતે કવિ સંમેલન યોજાયું હતું. આ તકે પુસ્તકાલય પ્રવૃતિને સમર્પિત નટુભાઈ ભાટીયાનું સન્માન કરાયું હતું. આ કવિ સંમેલનમાં રાજુલાના કવિ જે. પી. ડેર, શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’, પંકજ ચૌહાણ ‘કમલ’ એ તેમની રચનાઓ રજુ કરી હતી. કવિ સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે નટુભાઈ ભાટીયા મંત્રી મણીભાઈ પુસ્તકાલય દામનગર તેમજ ઘનશ્યમભાઈ પરમાર,વ્યવસ્થાપક કલા સંગમ દામનગર ઉપસ્થિત રહેલ. ૨૧થી વધુ બાળકો દ્વારા ગુજરાતી ભાષાની વિવિધ કૃતિનું વાચન અને ગાયન કરવામાં આવેલ. સંમેલનનું સંચાલન એડવોકેટ ઈતેષકુમાર મહેતાએ કરેલ અને આયોજન રાજેશ્વરીબેન રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું.