દામનગરની શ્રીમતિ ઝેડ.એમ.અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ શુક્રવારે અમરેલીના ‘સંજોગ ન્યૂઝ’ કાર્યાલયની મુલાકાત લીધી હતી. વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આયોજિત આ પ્રવાસનો મુખ્ય હેતુ પ્રિન્ટ મીડિયાની કાર્યશૈલી સમજવાનો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓએ સમાચારના એકત્રીકરણથી લઈને તેના લેખન, પેઈજ ડિઝાઈનિંગ અને અંતે પ્રિન્ટિંગ મશીન પર થતા છાપકામની પ્રક્રિયાને અત્યંત નજીકથી નિહાળી હતી. અખબારને સમયસર વાચકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવતું વ્યવસ્થાપન જોઈને વિદ્યાર્થિનીઓ પ્રભાવિત થઈ હતી. આ તકે સંજાગ ન્યૂઝ વતી સુરેશભાઈ દેસાઈએ વિદ્યાર્થિનીઓને પત્રકારત્વના વિવિધ પાસાઓ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેનાથી તેમનામાં લેખન અને સંચાર કૌશલ્ય પ્રત્યે રુચિ જાગી હતી.વિદ્યાર્થિનીઓએ આ મુલાકાતને યાદગાર ગણાવી હતી.










































