દામનગર શહેરના લેઉવા પટેલ સમાજના સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતા મહિર ભરતભાઈ તાગડીયાએ ઉચ્ચ શિક્ષણ અને આકર્ષક કારકિર્દીનો માર્ગ છોડીને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે. આ પ્રસંગે સૌરાષ્ટ્રભરના વિવિધ BAPS મંદિરોના વરિષ્ઠ સંતોની પાવન નિશ્રામાં ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી. પૂજ્ય સંતોએ ત્યાગ, સેવા અને વૈરાગ્યના મહિમા પર પ્રકાશ પાડી સાધુ જીવનની મહત્તા સમજાવી. દામનગર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આગામી માર્ચ મહિનામાં સાળંગપુર ધામ ખાતે ૩૧ યુવાનો દીક્ષા ગ્રહણ કરશે. મહિર તાગડીયાના માતા-પિતાએ એકમાત્ર પુત્રના ત્યાગ માર્ગને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી ગૌરવ વ્યક્ત કર્યું હતું.