દામનગર નજીક આવેલા ધામેલ ગામે એક મકાન પાસે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ધામેલ ગામે રહેતા એક વ્યક્તિના મકાનના બહારના ભાગે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયાનક હતી કે બહાર રાખેલ સેન્ટિંગનો કિંમતી સામાન જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, મકાન માલિકે કામ અર્થે ઘરની બહાર સેન્ટિંગનો સામાન રાખ્યો હતો. જેમાં અલગ-અલગ સાઈઝના લાકડાના ૬૦૦ નંગ ટેકા, ૩૦ નંગ લાકડાની પ્લાય અને ૮૦ નંગ લાકડાના લંબચોરસ કટકાનો સમાવેશ
આભાર – નિહારીકા રવિયા થાય છે. આગને કારણે આ તમામ વસ્તુઓ બળી ગઈ હતી, જેનાથી અંદાજે રૂ.૧,૬૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ બળી ગયો હતો.









































