જ્યારે રાજસ્થાન બીજા ક્રમે અને તેલંગાણા આ મામલામાં ત્રીજા સ્થાન પર જાવા મળ્યું.
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૩
દવા મામલે બિહાર દેશમાં પ્રથમ સ્થાને છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ સરકારી હોસ્પટલોમાં દર્દીઓને મફત દવાઓના કરાતા વિતરણમાં બિહાર દેશમાં પ્રથમ ક્રમે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સપ્ટેમ્બરમાં માસિક રેન્કિંગ જાહેર કર્યું હતું. આ માહિતીમાં સામે આવ્યું કે દર્દીઓ માટે જરૂરી એવી દવાની સરકારી સહાય આપવા બિહાર અગ્રેસર છે. જ્યારે રાજસ્થાન બીજા ક્રમે અને તેલંગાણા આ મામલામાં ત્રીજા સ્થાન પર જાવા મળ્યું.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ મુજબ દર્દીઓને આવશ્યક દવાઓના વિતરણમાં બિહાર ૭૭.૨૨ ટકા પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર જ્યારે રાજસ્થાન ૭૬.૯૧ ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે અને તેલંગાણા ૬૯.૧૪ ટકા પોઈન્ટ સાથે ત્રીજા ક્રમ પર છે. દેશના ૨૪ રાજ્યોમાં દવા અને રસી વિતરણ વ્યવસ્થાપન અને સંચાલન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. અને સરકાર દ્વારા જ હોÂસ્પટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને રાહત મળે માટે દવાઓની ઉપલબ્ધતાનું સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક માપદંડોના આધારે હોસ્પટલોને દવાનું વિતરણ કરવામાં આવે છે. આ માપદંડ મુજબ દવાના સ્ટોકથી લઈને વિતરણ સુધીના ૧૧ માપદંડો પર બિહાર દેશમાં ટોચ પર છે.
જ્યારે મફત સ્વાસ્થ્ય સેવાઓ હેઠળ મફત દવાઓના વિત્તરણમાં ગુજરાતનો ટોપ-૧૦માં પણ સમાવેશ થતો નથી. આ ક્રમમાં ગુજરાત ૧૨માં ક્રમ પર છે. આ આંકડા દર્શાવે છે કે બિહાર (૫૧.૯૧ ટકા) કરતાં ગુજરાતમાં (૧૮.૬૦ ટકા)માં ગરીબીનું પ્રમાણ ઓછું છે. નીતિ આયોગ દ્વારા જારી ૨૦૨૩માં ગરીબ રાજ્યોની યાદીમાં બિહાર ટોચ પર છે. જેથી જ બિહારમાં મફત દવાનું વિત્તરણ સૌથી વધુ થઈ રહ્યું છે. જા કે તેલંગાણામાં ગરીબીનું પ્રમાણ ઓછું હોવા છતાં તે મફત દવાના વિત્તરણમાં ત્રીજા ક્રમે છે.
મફત દવા વિત્તરણમાં ટોપ-૧૦ રાજ્ય
બિહાર ૭૭.૨૦%
રાજસ્થાન ૭૬.૯૧%
તેલંગાણા ૬૯.૧૪%
પંજાબ ૬૪.૧૮%
પં.બંગાળ ૬૧.૦૬%
મધ્યપ્રદેશ ૫૭.૭૪%
ઉત્તરપ્રદેશ ૫૬.૯૫%
આંધ્રપ્રદેશ ૫૬.૯૨%
અસમ ૫૬.૦૮%
અરૂણાચલ પ્રદેશ ૫૫.૦૮%