રત્નાગિરીમાં જિલ્લામાં દરિયામાં ડૂબવાથી ચાર લોકોના મોત. આ અકસ્માત શનિવારે સાંજે આરે-વેર બીચ પર બન્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ચારેય લોકો બીચ પર ફરવા ગયા હતા. આ દરમિયાન, દરિયાના મોજામાં ફસાઈ જવાથી ચારેય લોકો પાણીમાં ડૂબી ગયા. હાલમાં, ચારેયના મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક પ્રવાસીએ તેમને ડૂબતા જાયા હતા, પરંતુ દરિયાના મોજાને કારણે તે તેમને બચાવી શક્્યો ન હતો. હાલમાં, બધાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, થાણે-મુમ્બ્રાથી ચાર પ્રવાસીઓ આરે-વેર બીચ પર ફરવા ગયા હતા. તેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. શનિવારે સાંજે, બધા લોકો બીચ પર ચાલી રહ્યા હતા, ત્યારે તેઓ મોજામાં ફસાઈ ગયા અને ડૂબી ગયા. આ બધા લોકો તેમના સંબંધીઓને મળવા રત્નાગિરી ગયા હતા. આ પછી, તેઓએ બીચ પર જવાની યોજના બનાવી હતી. જાકે, દરિયામાં જારદાર મોજા અને વરસાદ છતાં અહીં જવાને કારણે આ અકસ્માત થયો. અહીં, દરિયા કિનારે પાણીમાં રમતી વખતે, આ લોકો મોજામાં ફસાઈ ગયા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કેટલાક પ્રવાસીઓએ તેમને ડૂબતા જાયા હતા પરંતુ તેઓ તેમને બચાવી શક્યા ન હતા. અવાજ સાંભળીને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં ચારેય પ્રવાસીઓ પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી સાંજ સુધીમાં ચારેય પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ ઉદમા શેખ (૧૮), ઉમેરા શેખ (૨૯), ઝૈનબ કાઝી (૨૬) અને જુનૈદ કાઝી (૩૦) તરીકે થઈ છે. હાલમાં, પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.