દક્ષિણ આફ્રિકાના ટી ૨૦ કેપ્ટન એડન માર્કરામને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ દ્વારા એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. હંડ્રેડ ટીમે આગામી સિઝન માટે એડન માર્કરામને તેમની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. માર્કરામ ધ હંડ્રેડ હરાજીમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી હતા. હવે તેમના ત્રણ સુપર જાયન્ટ્સ ટીમો સાથે કરાર છે, જેમાં લખનૌ અને ડર્બન (એચએ ૨૦)નો સમાવેશ થાય છે. ફ્રેન્ચાઇઝના મુખ્ય કોચ જસ્ટન લેંગરે જણાવ્યું હતું કે હરાજીમાં માર્કરામ તેમનો ટોચનો વિકલ્પ હતો.
અહેવાલ મુજબ, માર્કરામ ધ હંડ્રેડની આગામી સીઝનમાં ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લેંગરે કહ્યું, “તેને અમારી ત્રણ ટીમોમાં રાખવું ખૂબ જ સારું છે. તે એક શાનદાર ખેલાડી છે, એક મહાન માણસ છે, અને સાચા નેતા બનવાની ક્ષમતા ધરાવે છે. કેપ્ટનશીપ તેની રમતના એક પાસાંમાંથી એક છે જે અમને સૌથી વધુ ગમે છે.
ઈંગ્લેન્ડના વ્હાઇટ-બોલ કેપ્ટન બ્રુકે ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે તે આ વર્ષના ‘ધ હંડ્રેડ’માં સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ નહીં કરી શકે. જ્યારે એન્ડ્રુફ્લિન્ટોફ ટીમના મુખ્ય કોચ હતા ત્યારે તેણે બે સીઝન માટે નોર્ધન સુપરચાર્જર્સનું નેતૃત્વ કરી ચૂક્્યો હતો. પરંતુ વેટ્ટોરીએ કહ્યું કે તેને હજુ પણ આશા છે કે બ્રુક તેની ટીમનું નેતૃત્વ કરી શકે છે. ધ હંડ્રેડ ઓક્શન પછી, વેટ્ટોરીએ કહ્યું, “મને લાગે છે કે તે આ ટીમને પસંદ કરે છે, તેથી કદાચ અમે તેને ટીમમાં જાડાવા માટે મનાવી શકીએ. અમે રાહ જાઈશું અને જાઈશું કે તે કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે કે નહીં.”
ત્રણ પુરુષ ટીમોના કેપ્ટનની જાહેરાત હરાજી પહેલા કરવામાં આવી હતી. ફિલ સોલ્ટ વેલ્શ ફાયરનું નેતૃત્વ કરશે, જ્યારે જેકબ બેથેલ બ‹મગહામ ફોનિક્સનું નેતૃત્વ કરશે. સેમ કુરનને એમઆઇ લંડનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેમ બિલિંગ્સ ટ્રેન્ટ રોકેટ્સના કેપ્ટન માટે ફેવરિટ છે, લિયામ લિવિંગસ્ટોન અને ડેવિડ વિલી લંડન સ્પિરિટ માટે મુખ્ય દાવેદાર છે, અને સધર્ન બ્રેવ કોઈ વિદેશી ખેલાડીને કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આગામી ધ હંડ્રેડ સીઝનના શરૂઆતના દિવસે ૨૧ જુલાઈએ એમઆઇ લંડન સામે રમશે. ફાઇનલ ૧૬ ઓગસ્ટે યોજાશે.















































