થોરડીની શ્રી લોકવિદ્યા મંદિરની ૨૩ વિદ્યાર્થિનીઓની પ્રકૃતિ શિબિર ચીખલકુબા ખાતે ગત ૫ થી ૭ ડિસેમ્બર સુધી વન વિભાગ દ્વારા યોજાઇ હતી. આ શિબિરનો મુખ્ય હેતુ આજના વિદ્યાર્થીઓ
પ્રકૃતિલક્ષી માનસ કેળવે તેવો હતો. આ પ્રકૃતિ શિબિર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સિંધાના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. વન વિભાગના માર્ગદર્શક ભરતભાઈ ભલગરીયા, માથુર સાહેબ અને વોરા સાહેબે વિભાગની માહિતી આપી હતી. વિદ્યાર્થિનીઓએ જંગલની અંદર દરરોજ ૧૫ કિલોમીટરનું ટ્રેકિંગ કર્યું હતું. આ સાથે તેમણે જસાધારમાં વન વિભાગની હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. છેલ્લા દિવસે તેમને સફારી પાર્કની નિઃશુલ્ક મુલાકાત કરાવવામાં આવી હતી.